Video: જૂનાગઢમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું મોત, શંકાસ્પદ ડેન્ગ્યુને પગલે આરોગ્ય વિભાગની તપાસ

સોર્સ: gstv

જૂનાગઢ મેડિકલ કોલેજનાં મહિલા રેસિડેન્ટ ડોક્ટર ડો. સોનાલી ઓડેદરાનું શંકાસ્પદ ડેન્ગ્યુના કારણે મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં તેમના પ્લેટલેટ કાઉન્ટનો રિપોર્ટ 1 લાખ 97 હજાર આવ્યો હતો અને બુધવારે રિપોર્ટ નોર્મલ હોવાનું જાણવા મળ્યું હતું. તબિયતમાં સુધારો થતાં તેઓ બે દિવસ બાદ ફરી ફરજ પર હાજર પણ થયા હતા. જોકે, ત્યારબાદ અચાનક તબિયત લથડતાં તેમને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પ્લેટલેટ કાઉન્ટ ઝડપથી ઘટતાં તેમનું મોત થયું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. સમગ્ર મામલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત