Video: બોડેલીના બાપુનગરમાં 50 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરિત, એક વર્ષથી સતત લીકેજ

બોડેલી નગરપાલિકા વિસ્તારના ડભોઈ રોડ પર આવેલા બાપુનગરમાં આશરે 50 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા એક વર્ષથી ટાંકીના અલગ-અલગ ભાગોમાંથી સતત પાણીનું લીકેજ થઈ રહ્યું છે. ટાંકીની ચારે તરફથી પાણી ટપકતું હોવાથી તેની મજબૂતાઈ સામે પણ સવાલો ઊભા થયા છે. જર્જરિત ટાંકીને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સ્થાનિક રહીશોને સતાવી રહી છે. સ્થાનિકોએ નગરપાલિકા તંત્ર પાસે ટાંકીનું તાત્કાલિક ટેકનિકલ નિરીક્ષણ કરાવી જરૂરી સમારકામ કરવાની અથવા નવી ટાંકી બનાવવાની માગ કરી છે. ત્યારે સવાલ એ છે કે બોડેલી નગરપાલિકા તંત્ર આ ગંભીર સમસ્યાનો ઉકેલ ક્યારે લાવશે?
જાહેરાત













