Video: વડોદરામાં AK 47 સાથે જૈશ-એ-મોહમ્મદનો આતંકી ઝડપાયો:ATSએ ગાડીમાંથી 23 કારતૂસ સાથે મૂળ આસામના શખસની અટકાયત

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ સ્ટેશનની હદમાંથી ગુજરાત ATSએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા એક આતંકીને ઝડપી પાડ્યો છે અને તેના કબજામાંથી એક AK-47 રાઈફલ તથા 23 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. છેલ્લા છ મહિનાથી વધુ સમયથી ATS જેની શોધમાં હતી તે આ આસામનો વતની આતંકી જાહેર સ્થળો પર આતંક ફેલાવવાના ઈરાદે ટ્રેન અને બસ મારફતે ગુજરાત આવ્યો હતો અને વડોદરા રેલવે સ્ટેશન નજીક રોકાયો હતો. પ્રાથમિક તપાસમાં આતંકીના મોબાઈલમાંથી જૈશ-એ-મોહમ્મદ સંબંધિત સાહિત્ય પણ મળી આવ્યું છે, ત્યારે હથિયારો સાથે ગુજરાતમાં પ્રવેશવાનો તેનો ચોક્કસ હેતુ શું હતો તે દિશામાં ATS સઘન પૂછપરછ કરી રહી છે. આ ઘટના અંગે જરોદના સરપંચના પતિ રૂપેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ATSની સતર્કતાથી મોટી દહેશત ટળી છે અને આરોપી સાથે જોડાયેલા અન્ય લોકોની ઓળખ કરી કડક સજા થવી જોઈએ. અચાનક બનેલી આ ઘટનાને લઈને જરોદ પંથકમાં ભારે ચકચાર અને ચર્ચા જાગી છે.















