Video: શહેરીજનોને તક: તમારા વિસ્તારમાં બસ સેવા માટે 7 ડિસેમ્બર સુધી મોકલો સૂચન

અમદાવાદમાં જાહેર પરિવહનનો વ્યાપ વધારવા AMTS દ્વારા નવી બસો અને નવા રૂટ શરૂ કરવાનું આયોજન હાથ ધરાયું છે. આ માટે AMTS તંત્રે 7 ડિસેમ્બર સુધી શહેરીજનો પાસેથી નવા રૂટ, બસ સ્ટોપ અને ફ્રિક્વન્સી અંગે સૂચનો મંગાવ્યા છે. મળતા સૂચનોનો અભ્યાસ કરીને આગામી AMTS બજેટમાં નવા રૂટની જાહેરાત થઈ શકે છે.
જે વિસ્તારો કે સોસાયટીઓમાં બસ સેવા નથી અથવા અપૂરતી છે, ત્યાં નવા રૂટ કે હાલના રૂટમાં ફેરફાર અંગે નાગરિકો અભિપ્રાય આપી શકશે. મુખ્ય માર્ગોને જોડતી ફીડર સેવા તેમજ મેટ્રો સ્ટેશન, રેલવે સ્ટેશન, કોલેજ-યુનિવર્સિટી, હોસ્પિટલ અને ઔદ્યોગિક-વ્યાપારી વિસ્તારોના જોડાણ માટે પણ સૂચન કરી શકાશે. ઉપરાંત નવા બસ સ્ટોપના સ્થળ અને બસોના સમય તથા ફ્રિક્વન્સી અંગે પણ વિચારણા કરાશે.
રસ ધરાવતા નાગરિકોએ પોતાનું નામ, મોબાઈલ નંબર અને રહેઠાણનો વિસ્તાર દર્શાવી 7 ડિસેમ્બર સુધીમાં ઈ-મેઈલ [email protected] અથવા વ્હોટ્સએપ નંબર 7069015735 પર સૂચનો મોકલવાના રહેશે. હાલ તો એમટીએસ તંત્ર ખાડી ગયું છે બસો પણ સમયસર મળતી નથી ત્યારે જોવાનું એ રહે છે કે નાગરિકોના કેવા અને કેટલા સૂચનો આવે છે તેનું કેટલું પાલન થાય છે











