Video: રજૂઆત કરવા ગયેલા શહેરીજનોને તંત્રની ધમકી

સોર્સ: gstv

સુરેન્દ્રનગરમાં બંસીધર પાર્ક, આનંદનગર, નિર્મળનગર અને મફતિયાપરા સહિતની પાંચ સોસાયટીના રહીશો ખરાબ રોડ-રસ્તાની સમસ્યાથી પરેશાન છે. તેઓ આ અંગે રજૂઆત કરવા માટે મ્યુનિસિપલ કમિશ્નર પાસે પહોંચ્યા હતા. જોકે રજૂઆત દરમિયાન કમિશ્નરે સમસ્યા ઉકેલવાને બદલે રહીશો પાસે દસ્તાવેજો માંગતા મામલો ગરમાયો હતો અને નવો વિવાદ ઊભો થયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કમિશ્નરે રોડ-રસ્તા બનવાની કોઈ ખાતરી આપવાને બદલે સુવિધા પછી મળશે પહેલા દસ્તાવેજ રજૂ કરો તેમ કહીને ખુલ્લી ધમકી આપી હતી. 700 કરોડ રૂપિયાનું માતબર બજેટ હોવા છતાં શહેરની જનતા પ્રાથમિક સુવિધાઓ માટે પરેશાન થઈ રહી છે. સુવિધા માંગવા ગયેલા નાગરિકો સાથેના આવા વ્યવહારને લઈને શહેરીજનોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત