ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવાની માંગ સાથે સંતો અને ગૌભક્તોનું મહાઅભિયાન

ગૌમાતાને રાષ્ટ્રમાતા અથવા રાષ્ટ્રસ્તરીય સન્માનિત દરજ્જો અપાવવાની માંગ સાથે સંતો, મહંતો અને ગૌભક્તો દ્વારા મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સરકાર સમક્ષ હસ્તાક્ષર સાથેનું સ્મરણપત્ર અર્પણ કરવામાં આવશે. ગૌસેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અલગ કાયદો બનાવવામાં આવે તેમજ ગૌસેવા માટે સ્વતંત્ર મંત્રાલયની રચના કરવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ કરવા માટે કડક કાયદાકીય પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. આ મહાઅભિયાનમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ગૌભક્તો ઉપસ્થિત રહેશે. જગતગુરુ શંકરાચાર્યજી મહારાજની ઉપસ્થિતિ પણ આ અભિયાનનું વિશેષ આકર્ષણ રહેશે. ગૌમાતાને રાષ્ટ્રીય સ્તરે સન્માન અપાવવાના હેતુથી આ અભિયાનને વેગ આપવાનો પ્રયાસ કરાશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત