મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: યુપીના મહંત રામલ્લા સરકારની અમદાવાદ મુલાકાત અને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા અભિયાન.

યુપીના મહંત રામલ્લા સરકારે અમદાવાદની મુલાકાત દરમ

તસવીર: gstv

યુપીના મહંત રામલ્લા સરકારે અમદાવાદની મુલાકાત દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે મુલાકાત કરી હતી. મહંત રામલ્લા સરકારે ગૌમાતાને રાષ્ટ્રમાતાનું બિરુદ અપાવવા માટે રાજ્યભરમાં પરિભ્રમણ કરી લોકોને જાગૃત કરવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકારની ઈચ્છાશક્તિના અભાવે ગૌમાતાને હજુ સુધી રાષ્ટ્રમાતાનું સન્માન મળ્યું નથી. મહંતે મક્કમતાપૂર્વક દાવો કર્યો હતો કે વર્ષ ૨૦૨૭ સુધીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનું સત્તાવાર બિરુદ અપાવીને જ જંપીશું, અને આ અંગે કોંગ્રેસ પક્ષ તરફથી પણ તેમને પૂરતો સહયોગ તથા સમર્થન સાંપડ્યું છે.

આ સમાચાર શેર કરો