VIDEO: સુરેન્દ્રનગરમાં બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ સામે વિરોધ: ૨૪ ગામોના ખેડૂતો આંદોલનના મૂડમાં
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના સોલડી નજીક બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ સ્થાપવાની કવાયત સામે 24થી વધુ ગામોના ખેડૂતોમાં ભારે વિરોધ ઉઠ્યો છે. સોલડી ગામની સીમમાં પ્લાન્ટ ઉભો કરવા અંગેની કાર્યવાહીથી આસપાસના વિસ્તારોમાં આંદોલનના સૂર ઉઠ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે અમદાવાદ-માળિયા હાઇવે આસપાસની ફળદ્રુપ જમીન બિનઉપજાવ બની જશે અને પર્યાવરણ તથા આરોગ્ય પર ગંભીર અસર પડશે. મોડી રાત્રે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ રાત્રી બેઠક યોજી આગામી રણનીતિ નક્કી કરી છે. પ્લાન્ટ કોઈપણ સંજોગોમાં મંજૂર નહીં કરવામાં આવે તેવી ચીમકી આપવામાં આવી છે. જો નિર્ણય પાછો ન લેવાય તો વ્યાપક આંદોલન શરૂ કરવાની ખેડૂતો દ્વારા જાહેરાત કરવામાં આવી છે. પરિસ્થિતિને લઈને તણાવ યથાવત છે.

