Video: નીલગિરીમાં ગાઢ ધુમ્મસથી જનજીવન પ્રભાવિત

સોર્સ: gstv

તમિલનાડુના નીલગિરી જિલ્લામાં ગાઢ ધુમ્મસ છવાયું છે. ઊટી-કૂનૂર અને ઊટી-મંજુર માર્ગો પર ધુમ્મસના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર દૃશ્યતા ઘટી જતાં વાહનચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી રહી છે. ખાસ કરીને વહેલી સવારે માર્ગો પર ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. ઓછી વિઝિબિલિટીના કારણે અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે. સ્થાનિક વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત