Video: નીલગિરીમાં ગૌરનું ટોળું

સોર્સ: gstv

નીલગિરીના વાલપરાઈ નજીક ચાના બગીચામાં જંગલી ગૌરનું ટોળું ઘાસ ચરતું જોવા મળ્યું હતું. વિશાળકાય ગૌરનું ટોળું ખુલ્લા વિસ્તારમાં નિર્ભયતાથી વિચરણ કરતું જોવા મળતાં પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રવાસીઓએ આ અદભુત નજારાને પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. કેટલાક પ્રવાસીઓએ ગૌર સાથે સેલ્ફી પણ લીધી હતી, જ્યારે અન્ય લોકોએ ડ્રોન મારફતે આ દૃશ્યો કેદ કર્યા હતા. ચાના લીલાછમ બગીચા વચ્ચે જંગલી ગૌરની હાજરીએ પ્રવાસીઓને રોમાંચિત કર્યા હતા. પ્રકૃતિ અને વન્યજીવનનો આ સુંદર નજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત