Video: શ્રીનગરના દાલ લેક પર ગાઢ ધુમ્મસ છવાયું, ઠંડી વચ્ચે પ્રવાસીઓએ શિકારા રાઈડ માણી

સોર્સ: gstv

જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં શિયાળાની ઠંડીનો ચમકારો વધવાની સાથે જ સમગ્ર વિસ્તાર ગાઢ ધુમ્મસની લપેટમાં આવી ગયો છે. તાપમાનમાં ઘટાડો થતા પ્રખ્યાત દાલ લેક પર સવારના સમયે ધુમ્મસની સફેદ ચાદર છવાયેલી જોવા મળી રહી છે. જોકે, કડકડતી ઠંડી અને ઓછી વિઝિબિલિટી વચ્ચે પણ પ્રવાસીઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. દેશ-વિદેશથી આવેલા પર્યટકો ધુમ્મસભર્યા અને આહલાદક વાતાવરણ વચ્ચે દાલ લેકમાં શિકારા રાઈડની મજા માણી રહ્યા છે. પ્રવાસીઓએ આ અદભૂત નજારા અને કાશ્મીરની શિયાળુ સુંદરતા અંગે પોતાની ખુશી વ્યક્ત કરતા ખાસ પ્રતિક્રિયાઓ આપી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત