Video: જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના રામબાગ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે

સોર્સ: gstv

શ્રીનગરના સંવેદનશીલ રામબાગ વિસ્તારમાં આજે એક રહેણાંક મકાનમાં રહસ્યમય સંજોગોમાં આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ ઓલવવાની સઘન કામગીરી હાથ ધરી હતી. ફાયર ફાઇટરોની ભારે જહેમત બાદ આગ વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી, જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અંકબંધ છે, અને સ્થાનિક પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત