Video: અયોધ્યાના ગુપ્તાર ઘાટ પર છઠ પૂજાની તૈયારીઓ વેગવંતી

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના પવિત્ર નગર અયોધ્યામાં છઠ પૂજાના મહાપર્વને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સરયૂ નદીના પ્રખ્યાત ગુપ્તાર ઘાટ પર વ્રતીઓની સુવિધા માટે વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઘાટની સફાઈ, લાઈટીંગ અને સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેથી દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓ સુચારૂ રીતે સૂર્યદેવની આરાધના કરી શકે. તંત્ર દ્વારા ઘાટ પર બેરિકેડિંગ અને શ્રદ્ધાળુઓ માટે જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત