Video: હિમાચલ પ્રદેશના કુલ્લુમાં દિવાળીના ફટાકડાના કારણે જંગલ વિસ્તારોમાં આગ

સોર્સ: gstv

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં દિવાળીના ફટાકડાના કારણે જંગલ વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. દિવાળીની આતશબાજી બાદ જંગલોમાં આગ ફેલાતા પર્યાવરણને નુકસાન થવાની ચિંતા વધી છે. બીજી તરફ દિવાળીના તહેવાર બાદ શહેરની હવાની ગુણવત્તા પર પણ અસર જોવા મળી રહી છે. કુલ્લુમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 100ને પાર પહોંચતા પ્રદૂષણમાં વધારો નોંધાયો છે. વૈજ્ઞાનિક અને પર્યાવરણ નિષ્ણાત ડૉ. ઓમ રાણાએ ફટાકડાથી થતા પર્યાવરણીય નુકસાન અને પ્રદૂષણ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત