Video: ડિબ્રુગઢમાં દિવાળી પાવન અવસરે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે સદી જૂના કાલી મંદિરમાં દર્શન કરી પૂજા-અર્ચના કરી

આસામના ડિબ્રુગઢમાં દિવાળી અને કાલી પૂજાના પાવન અવસરે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે સદી જૂના કાલી મંદિરમાં દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે તેમણે માતા કાલીના ચરણોમાં શીશ ઝુકાવી દેશની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. પરંપરાગત ધાર્મિક વિધિ મુજબ મંદિરમાં પૂજા કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર પરિસરમાં દિવાળી અને કાલી પૂજાને લઈને ભક્તિભાવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો
જાહેરાત








