Video: અગરતલામાં આશાબારી BSF હુમલા કેસમાં મુખ્ય મહિલા આરોપી હસીના અખ્તર સહિત ત્રણ લોકોની ધરપકડ કરાઈ

સોર્સ: gstv

ત્રિપુરાના સિપાહીજાલા જિલ્લાના બોક્સાનાગરના આશાબારી ગામમાં BSF જવાનો પર હુમલો કરી તેમની સર્વિસ રાઈફલ છીનવી લેવાની ઘટના બની હતી. આ પ્રકરણમાં મુખ્ય આરોપી હસીના અખ્તર ઉપરાંત તેના પુત્ર રબિયુલ હુસૈન અને અન્ય એક શખ્સ મહાબુલ હુસૈનની પણ પોલીસે ધરપકડ કરી છે. આ તરફ, આ કેસમાં પકડાયેલા અન્ય સાત આરોપીઓને આજે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમના પોલીસ રિમાન્ડમાં સાત દિવસનો વધારો કરીને આગામી ૧૩ નવેમ્બર સુધી લંબાવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને સંડોવાયેલા અન્ય શખ્સોની પણ ભાળ મેળવવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત