Video: કેદારનાથ ધામ યાત્રા અંતિમ તબક્કામાં: અત્યાર સુધીમાં ૧૯ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લીધા દર્શન, ૧૧ નવેમ્બરે બંધ થશે કપાટ

સોર્સ: gstv

કેદારનાથ ધામના કપાટ આગામી ૧૧ નવેમ્બરની સવારે શ્રદ્ધાળુઓ માટે બંધ કરવામાં આવશે. યાત્રા માર્ગ પર સ્થિતિની સતત દેખરેખ રાખી રહેલા જિલ્લા મેજિસ્ટ્રેટ વિશાલ મિશ્રાએ જણાવ્યું કે હાલ યાત્રા સુચારુ રીતે ચાલી રહી છે. જોકે, વર્તમાન સમયમાં પર્વતમાળાઓમાં ભારે ઠંડી પડી રહી છે અને તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા યાત્રિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કેદારનાથ આવતી વખતે પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખે, પૂરતા પ્રમાણમાં ગરમ કપડાં સાથે રાખે અને જરૂરી દવાઓ તેમજ પ્રશાસનની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરે

આ સમાચાર શેર કરો

જાહેરાત