Video: શ્રીનગરના બટમાલુ વિસ્તારમાં આવેલી ન્યૂ કોલોનીમાં ભીષણ આગ: બે રહેણાંક મકાનો પ્રભાવિત, ફાયર ટીમે મેળવ્યો કાબુ

સોર્સ: gstv

શ્રીનગરના બટમાલૂ વિસ્તારની ન્યૂ કોલોનીમાં મકાનોમાં આગ લાગવાની જાણ થતાં જ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાના સઘન પ્રયાસો હાથ ધર્યા હતા. આગ આસપાસના અન્ય મકાનો સુધી ફેલાઈ ન જાય તે માટે સ્થાનિક રહેવાસીઓએ પણ અગ્નિશમનની કામગીરીમાં સક્રિય સહયોગ આપ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અને બંને મકાનોને થયેલા આર્થિક નુકસાનનું પ્રમાણ જાણી શકાયું નથી, જે અંગે સત્તાવાર તપાસ ચાલુ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત