Video: દિવાળી ખરીદી માટે બજારમાં ભીડ

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહેતા દિલ્હીના લાજપત નગર સેન્ટ્રલ માર્કેટમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી છે. બજારમાં કપડાં ઘરેણાં દિવાળીની સજાવટ અને અન્ય ચીજવસ્તુઓની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. તહેવારની રોનક વચ્ચે સમગ્ર બજાર વિસ્તારમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. બજારમાં પોલીસ જવાનો તૈનાત કરી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. દિવાળી પહેલાં બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે.
જાહેરાત






