Video: ડાંગ પ્રવાસે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 70 થી વધુ શિક્ષકોને નિમણૂક પત્ર અપાયા

સોર્સ: gstv

ગુજરાત સરકારના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ત્રણ દિવસના ડાંગ જિલ્લાના પ્રવાસે પહોંચ્યા છે. આ પ્રવાસ દરમિયાન આહવા ખાતે જિલ્લા પંચાયત કચેરીમાં નવનિયુક્ત શિક્ષકોને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 70 થી વધુ શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તેમણે નવનિયુક્ત શિક્ષકોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે તેઓ ઉત્તમ કામગીરી કરીને ડાંગ જિલ્લાના શિક્ષણ સ્તરને વધુ ઊંચાઈ પર લઈ જાય તેવી શુભેચ્છા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત