Video: વાવાઝોડા અકવાનની અસરથી ડાંગરનો પાક બરબાદ થયો

પશ્ચિમ બંગાળના મેદિનીપુર જિલ્લામાં 'અકવાન' વાવાઝોડાની અસરને કારણે ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કર્યો છે. ભારે પવન સાથે વરસેલા આ કમોસમી વરસાદને લીધે ખેતરોમાં તૈયાર થયેલા ડાંગરના ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે અને અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. લણણીના સમયે જ કુદરતી આફત ત્રાટકતા સ્થાનિક ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાનો વારો આવ્યો છે, જેનાથી તેમને મોટો આર્થિક ફટકો પડ્યો છે. હાલ ખેડૂતો દ્વારા વહીવટીતંત્ર પાસે તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી રહી છે.
જાહેરાત












