Video: 'અકવાન' વાવાઝોડાનો ખતરો: શ્રીકાકુલમના સોમપેટામાં દરિયામાં ઉછળ્યા ઊંચા મોજા, માછીમારોએ કામગીરી અટકાવી

સોર્સ: gstv

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના સોમપેટા વિસ્તાર નજીક તીવ્ર ચક્રવાતી વાવાઝોડું 'અકવાન' આગળ વધી રહ્યું હોવાથી દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે. વાવાઝોડાના ખતરા અને દરિયાની તોફાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક માછીમારોએ માછીમારીની પ્રવૃત્તિ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. હવામાન વિભાગના અંદાજ મુજબ આ વાવાઝોડું આજે ઓડિશાના પુરી નજીક આવેલા ગોપાલપુર ખાતે ત્રાટકે તેવી શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની અને ભારે વરસાદ પડવાની સંભાવનાને પગલે સ્થાનિક વહીવટીતંત્ર સતર્ક બન્યું છે. સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સુરક્ષિત રહેવા અને દરિયાકિનારાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત