Video: વાવાઝોડા અક્વાન પૂર્વે પારાદીપ પોર્ટની કાર્યવાહી, 54 માછીમારો સાથેની 6 બોટને સલામત આશ્રય અપાયો

સોર્સ: gstv

પારાદીપ પોર્ટ ઓથોરિટીએ ઈક્યુ-2 બર્થ પર 54 માછીમારો સાથે છ માછીમારી બોટને સલામત આશ્રય આપ્યો છે. અધ્યક્ષ સુશાંત કુમાર પુરોહિતના માર્ગદર્શનમાં 24 કલાક હવામાન પર નજર રખાઈ રહી છે અને સહાય માટે તંત્ર સજ્જ છે. વાવાઝોડાને કારણે 90થી 100 કિમીની ઝડપે પવન ફૂકાવવાની શક્યતા છે જ્યારે દક્ષિણ ઓડિશા કિનારે દરિયો તોફાની રહેવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે માછીમારોને દરિયામાં ન જવા સૂચના અપાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત