Video: ગાંધીનગરના અડાલજમાં ગૌ-સન્માન મહાસંમેલન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૌસેવા માટે સરકારના સહયોગની ખાતરી આપી

ગૌ-સન્માન આહવાન મહાસંમેલનને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોમાં ગાયને કામધેનુનું સ્વરૂપ માનવામાં આવી છે તથા ભગવાન શ્રીકૃષ્ણના ગોપાલ સ્વરૂપ સાથે પણ ગૌમાતાનું વિશેષ મહત્વ જોડાયેલું છે. ગાયની સેવા એટલે પ્રકૃતિની સેવા ગણાવતા તેમણે કહ્યું કે ગૌસેવાના સંસ્કારો નવી પેઢી સુધી પહોંચે તે માટે આવા કાર્યક્રમો અત્યંત મહત્વપૂર્ણ છે. ગુજરાત સરકાર પશુધન અને ગૌસેવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે અને ગૌમાતા માટે કોઈ સારી યોજના બનાવવામાં આવશે તો સરકાર હંમેશાં સહયોગ આપવા તૈયાર છે.
જાહેરાત














