Video: હળવદમાં ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે ભાજપની બંધબારણે બેઠક, નવા-જૂનીના એંધાણ

સોર્સ: gstv

હળવદના રાજકારણમાં ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને ભારે ગરમાવો આવ્યો છે. નગરપાલિકા પ્રમુખના પતિ વિશાલ રાવલ અને જિલ્લા ભાજપ મહામંત્રી તપન દવે સામે ભ્રષ્ટાચારના આરોપો બાદ પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધ દવે અને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ હળવદ પહોંચ્યા છે. હળવદ સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક આગેવાનો સાથે બંધબારણે બેઠક શરૂ કરાઈ છે. ચાલી રહેલા રાજકીય ઘમાસાણ અને આરોપો વચ્ચે નવા-જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. પ્રદેશ નેતૃત્વ કોઈ મોટો નિર્ણય લેશે કે કેમ તેના પર સૌની નજર મંડાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત