VIDEO: ભવ્ય ઉમિયા નવરાત્રી મહોત્સવ હળવદમાં પ્રથમ વાર પાટીદારો એકસાથે ગરબે રમશે
હળવદમાં પ્રથમ વખત પાટીદાર સમાજ માટે અતિ ભવ્ય ‘ઉમિયા નવર

હળવદમાં પ્રથમ વખત પાટીદાર સમાજ માટે અતિ ભવ્ય ‘ઉમિયા નવરાત્રી મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. ઉમિયા કન્યા છાત્રાલયના વિશાળ ગ્રાઉન્ડમાં સમગ્ર હળવદ અને તાલુકાના પાટીદારો એકસાથે ગરબે રમીને આ ઉત્સવ ઉજવશે. પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ યુવાનો રાત-દિવસ મહેનત કરીને આયોજનને આખરી ઓપ આપી રહ્યા છે. નવ દિવસ સુધી માં ઉમિયાની ભક્તિ, ગરબા અને આપણી સંસ્કૃતિનો અનોખો ત્રિવેણી સંગમ સર્જાશે. એક જ મેદાનમાં હજારો ખેલૈયાઓ ગરબે ઘૂમશે. આ ઐતિહાસિક અને પવિત્ર મહોત્સવમાં પધારવા સમગ્ર પાટીદાર સમાજને ભાવભર્યું આમંત્રણ છે.




