Video: ધોળકાના ભગલપુરમાં કપડાના ગોડાઉનમાં ભીષણ આગ, જાનહાનિ ટળી, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

સોર્સ: gstv

ધોળકાના ભગલપુર વિસ્તારમાં હસન અલી ગુલામ હુસેન મોમીનના કપડાના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ગોડાઉનમાં રાખેલો આશરે 40 લાખ રૂપિયાનો કાપડનો માલ બળીને ખાક થઈ ગયો હતો, જ્યારે બિલ્ડિંગને પણ નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતા જ નગરપાલિકા ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત