મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હળવદમાં કોઈબા ગામો વચ્ચેનો પુલ તૂટ્યો, વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ

હળવદ તાલુકામાં જુના કોઈબા અને નવા કોઈબા ગામને જોડતો પુલ તૂટી જતાં બં

તસવીર: gstv

હળવદ તાલુકામાં જુના કોઈબા અને નવા કોઈબા ગામને જોડતો પુલ તૂટી જતાં બંને ગામો વચ્ચેનો સંપર્ક ખોરવાયો છે. પુલ તૂટવાના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઘટના બાદ 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં મરામત કામગીરી શરૂ ન થતાં લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. દર ચોમાસે આ પ્રકારની સમસ્યા સર્જાતી હોવા છતાં કાયમી ઉકેલ નહીં મળવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. દર્દીઓ, વિદ્યાર્થીઓ અને ખેડૂતોને અવરજવર માટે ભારે હાલાકી પડી રહી છે. ગ્રામજનોએ તાત્કાલિક મરામત કરી કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો