VIDEO: હળવદમાં ભારે વરસાદ, અનેક રસ્તાઓ જળમગ્ન બન્યા, ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ વિકટ બની
હળવદ તાલુકામાં સતત વરસાદને કારણે પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ

હળવદ તાલુકામાં સતત વરસાદને કારણે પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આથી હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જળમગ્ન પરિસ્થિતિ સર્જાઈ છે.કોઈબા થી નવા કોઈબા વચ્ચેના નદી પરના રસ્તા પર પાણી વહેતા અનેક મુખ્ય રસ્તાઓ બંધ થયા છે. હળવદથી સરાને, ઢવાણા, ધણાદ તેમજ ઇસનપુર જવાના રસ્તાઓ પર પાણી ભરાતા વાહનવ્યવહાર ઠપ્પ થયો છે.હાલ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદને કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની છે. વરસાદ ચાલુ રહેવાની આગાહીને પગલે વહીવટી તંત્ર સતર્ક રહ્યું છે.




