Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : After the counter-allegation of Morbi, police arrangements were made in Halwad

VIDEO: મોરબી આક્ષેપ પ્રતિઆક્ષેપ બાદ હળવદમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોરબી જિલ્લામાં ખેડૂત આંદોલનને લઈને મામલો ગરમાયો છે. ઉપવાસી નિલેશ એરવાડીયા પર થયેલા ગંભીર આક્ષેપો બાદ હળવદમાં સ્થિતિ તણાવપૂર્ણ બની છે. આ ઘટનાક્રમ બાદ સાવચેતીના ભાગરૂપે હળવદ ખાતે હકાભા ગઢવીના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હકાભાના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે. હાલમાં ખેડૂત આંદોલનમાં વધી રહેલા આક્ષેપ અને પ્રતિઆક્ષેપોને પગલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ તંત્ર સંપૂર્ણપણે સતર્ક છે અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

App Store