VIDEO: હળવદમાં જળબંબાકાર વચ્ચે SDRF નું સફળ રેસ્ક્યુ: પૂરમાં ફસાયેલા ૫૦થી વધુ લોકોને ઉગારાયા!
હળવદમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી જળબંબાકારની પરિસ્થિત

હળવદમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી જળબંબાકારની પરિસ્થિતિમાં પૂરમાં અટવાયેલા ૫૦થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવ ટુકડીઓ દ્વારા સફળ કામગીરી હાથ ધરવામાં આવી છે. નીચાણવાળા અને પાણીમાં ઘેરાયેલા વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને ઉગારવા માટે એસડીઆરએફની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. સતત વહેતા પાણી વચ્ચે દિલધડક ઓપરેશન પાર પાડીને તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કુદરતી આફત વચ્ચે તંત્રની આ સમયસૂચકતા અને ઝડપી પગલાંના કારણે એક મોટી હોનારત ટળી છે. આ સફળ રેસ્ક્યુ કામગીરીથી અસરગ્રસ્ત નાગરિકો અને તેમના પરિવારજનોએ મોટી રાહત અનુભવી છે.




