મિત્રને વિદેશ મૂકવા જતાં નડ્યો ગમખ્વાર અકસ્માત, અમદાવાદમાં કાર પલટી; એકનું મોત, ચાલક ફરાર

મિત્રને વિદેશ મૂકવા જતાં નડ્યો ગમખ્વાર અકસ્માત, અમદાવાદમાં કાર પલટી; એકનું મોત, ચાલક ફરાર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતો વધી રહ્યા છે. શહેરના એરપોર્ટ રોડ પર 27 નવેમ્બરની રાત્રે 3 વાગ્યા આસપાસ એક કાર રેલિંગ સાથે અથડાઈને પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક યુવકનું ઘટના સ્થળે જ મૃત્યું થયું હતું, જ્યારે 3 યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. વિદેશ જતા મિત્રને એરપોર્ટ મૂકવા જઈ રહેલા યુવકોની કારને અકસ્માત નડ્યો હતો.

વિદેશ જતા મિત્રને એરપોર્ટ મુકવા જઈ રહેલા યુવકોને નડ્યો અકસ્માત

જાહેરાત

મળતી માહિતી પ્રમાણે, ચાંદખેડામાં રહેતા યશ નામના યુવકને વિદેશ જવાનું હોવાના કારણે તેના 4 જેટલા મિત્રો તેને એરપોર્ટ મૂકવા માટે જઈ રહ્યા હતા. કાર વિદેશ જનાર યુવક યશ જ ચલાવી રહ્યો હતો. રાત્રે 3 વાગ્યાની આસપાસ કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર રેલિંગ સાથે અથડાઈ હતી અને પલટી મારી ગઈ હતી.

અકસ્માતમાં 32 વર્ષીય યુવકનું ઘટના સ્થળે મોત

આ દુર્ઘટનામાં કારમાં સવાર એક 32 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મૃત્યું નિપજ્યું છે. જ્યારે અન્ય 3 મિત્રો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે ત્યાં સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ અંગે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરાતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત થયેલા યુવકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ફરાર કાર ચાલકને શોધવા પોલીસ તપાસ તેજ

મહત્વનું છે કે, કાર ચાલક યશ અકસ્માત બાદ ત્યાંથી મિત્રોને ઈજાગ્રસ્ત હાલતમાં મુકીને ફરાર થઈ ગયો છે. હાલમાં પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી ગુનો નોંધી ફરાર કાર ચાલકને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત