Video: કવાંટના હાફેશ્વરમાં હર્ષ સંઘવીનો ખેડૂતો સાથે સંવાદ: પ્રાકૃતિક ખેતી, સિંચાઈ અને જમીન હક અંગે ચર્ચા, વિપક્ષ પર સાધ્યું નિશાન

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ગામે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની મુલાકાત લીધી હતી. તેમણે પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીનું ઉત્પાદન કરતા ખેડૂતો સાથે સીધો સંવાદ કરી ખેતી અને સિંચાઈ અંગેની વિગતો મેળવી હતી. ખેડૂતોએ બોર આધારિત સિંચાઈ પદ્ધતિથી ખેતીમાં થતા ફાયદાઓ અંગે માહિતી આપી હતી. આ દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ખેડૂતોના હિતની વાતો કરનારાઓએ અહીં આવીને ખેડૂતોની સ્થિતિ જોવી જોઈએ. સાથે જ જંગલની જમીનના હક મેળવનારા ખેડૂતો અંગે ચર્ચા કરી વધુ ખેડૂતોને પણ જમીનનો લાભ મળશે તેવી ખાતરી આપી હતી. મુલાકાત દરમિયાન ખેડૂતોની સમસ્યાઓ અને ખેતીને લગતા પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
જાહેરાત









