Video: કવાંટમાં આદિવાસી વાનગીઓ માટે જાણીતી જોહાર બક્સ રેસ્ટોરન્ટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત

સોર્સ: gstv

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરંપરાગત આદિવાસી ભોજન માટે જાણીતી 'જોહાર બક્સ' રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હતી. આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને સ્થાનિક વાનગીઓને પ્રોત્સાહન આપતી આ રેસ્ટોરન્ટમાં તેમણે સ્થાનિક સ્વાદનો અનુભવ કર્યો અને સંચાલકો તથા આદિવાસી સમુદાય સાથે સંવાદ સાધ્યો હતો. આદિવાસી વિસ્તારોમાં સ્થાનિક વ્યવસાય અને પરંપરાગત ખાનપાનને નવી ઓળખ મળી રહી છે, ત્યારે નાયબ મુખ્યમંત્રીની આ મુલાકાતે સ્થાનિકોમાં ઉત્સાહ જગાવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત