Video: દાહોદમાં જૈશ-એ-મોહમ્મદના આરોપીને લાવી ATSનું રિકન્સ્ટ્રક્શન, હથિયાર મુક્યાની માહિતીને પગલે સઘન તપાસ

વડોદરાના જરોદ ખાતેથી ઝડપાયેલા અને જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા મોહમ્મદ શાહરુલ ઇસ્લામની ધરપકડના મામલે દાહોદ કનેક્શન સામે આવ્યું છે અને ATS ની ટીમ તપાસ માટે આરોપીને દાહોદ લઈ ગઈ.. દાહોદ-ઝાલોદ રોડ પર આવેલા ખરોડ નજીક હાઇવે પાસે હથિયાર મૂક્યાની ચોક્કસ માહિતી મળતા આરોપીને સાથે રાખી ઘટનાસ્થળનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને સઘન પૂછપરછ હાથ ધરાઈ. ATSની આ ઓચિંતી અને કડક તપાસના પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ૨૭ નવેમ્બર ૨૦૨૬ ના રોજ હાલોલ-વડોદરા હાઈવે-જરોદ વિસ્તાર પાસેથી ATS એ AK-47 જેવી રાઈફલ, ૨૩ જીવતા કારતૂસ અને અન્ય સામગ્રી સાથે ઝડપી પાડ્યો હતો.
જાહેરાત















