Video: બારડોલી સામૂહિક હત્યાકાંડમાં SITની રચના, બોગસ વીમા ક્લેમની આશંકા, આરોપીઓની શોધખોળ

સોર્સ: gstv

સુરત જિલ્લાના બારડોલીમાં મહારાષ્ટ્રના શ્રમજીવી પરિવારના ૬ લોકોને નહેરમાં નાખી દેવાના ચકચારી સામૂહિક હત્યાકાંડ મામલે ઉચ્ચ અધિકારીઓએ SITની રચના કરી છે. માંડવીના IPS અક્ષય એન્જિનિયરના નેતૃત્વમાં રચાયેલી આ SITમાં LCB PI પાંચાણી, SOG PI ઓડેદરા અને બારડોલી રૂરલ PI જાડેજાનો સમાવેશ કરાયો છે. મહારાષ્ટ્રમાં બોગસ ઇન્સ્યોરન્સ પોલિસી ઉતારી ક્લેમ પકવવાના કૌભાંડ સાથે આ હત્યાકાંડ જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. એક આરોપીની ધરપકડ બાદ ફરાર બંટી, આભો સહિતના આરોપીઓને પકડવા મહારાષ્ટ્રમાં ટીમો મોકલાઈ છે, જ્યારે નહેરમાં ગુમ બાળકની શોધખોળ ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત