Video: પોર ઇટોલા ચોકડી પાસે એથિલેન ઓક્સાઈડ ભરેલ ટેન્કર પલટતા દોડધામ મચી

સોર્સ: gstv

વડોદરાની પોર ઇટોલા ચોકડી પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી જવાની ઘટના બની છે. ટેન્કરમાં એથિલેન ઓક્સાઈડ ગેસ ભરેલો હોવાથી લીકેજ અટકાવવા તંત્રમાં ભારે દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતા જ કરજણ ફાયર વિભાગની ગેસ લીકેજ ઈમરજન્સી વાન અને વરણામા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકને અસર થતા પોલીસે એક તરફનો વાહનવ્યવહાર ડાયવર્ટ કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત