નારણપુરામાં દારૂ પીવા બાબતે ઠપકો આપતા ટોળાનો હુમલો, તલવાર-ધારિયા સાથે આવી 4થી 5 વાહનોમાં તોડફોડ

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ટોળાના હુમલાની ઘટના સામે આવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં દારૂ પીવા માટે કેટલાક શખ્સોને ઠપકો આપતાં ઉશ્કેરાયેલા 12થી 15 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. આરોપીઓ મોઢે રૂમાલ બાંધી તલવાર, ધારિયા અને લાકડીઓ જેવા હથિયારો સાથે આવ્યા હતા. સ્થાનિકોએ નારાયણ ઠાકોર, ધવલ ઠાકોર, મંથન ઠાકોર અને આયુષ ઠાકોર સહિતના શખ્સો પર હુમલો કરવાનો આક્ષેપ કર્યો છે. આ ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. હુમલાખોરોએ 4થી 5 વાહનોમાં પણ તોડફોડ કરી હતી. એટલું જ નહીં, વાહનોમાં રાખેલા પૈસા પણ લઈ ગયા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ઘટનાને પગલે વિસ્તારમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તમામ આરોપીઓની ધરપકડ કરી તેમનો વરઘોડો કાઢવાની માંગ કરી છે. આ મામલે નારણપુરા પોલીસ સ્ટેશનના PI કે.આર. સક્સેનાનું નિવેદન પણ મહત્વનું રહેશે.
જાહેરાત









