Video: વીરપુરમાં સ્વ.વેલજીભાઈ સરવૈયાની સ્મૃતિમાં જલારામ પ્રવેશદ્વારનું લોકાર્પણ, અગ્રણીઓ ઉપસ્થિત

યાત્રાધામ વીરપુર ખાતે સ્વર્ગસ્થ વેલજીભાઈ સરવૈયાની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જેતપુર રોડ પર ભવ્ય ‘જલારામ પ્રવેશદ્વાર’નું લોકાર્પણ કરાયું છે.સરવૈયા પરિવાર અને મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા નિર્મિત આ પ્રવેશદ્વારનું ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટ અને RDC બેંકના ડિરેક્ટર લલીત રાદડીયાના હસ્તે લોકાર્પણ થયું.ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના અગ્રણી અને ભાજપના વરિષ્ઠ કાર્યકર વેલજીભાઈના સામાજિક-રાજકીય યોગદાનને મહાનુભાવોએ યાદ કર્યા.આ પ્રવેશદ્વાર વીરપુરની શોભા વધારવા સાથે તેમની સ્મૃતિને કાયમી રાખશે.
જાહેરાત














