Video: વડોદરાના સાવલી તાલુકામાં ગોકળપુરા-ધનતેજ માર્ગે ગરનાળાની ગુણવત્તા સામે સવાલો

સોર્સ: gstv

વડોદરાના સાવલી તાલુકાના ગોકળપુરા-ધનતેજ માર્ગ પર બની રહેલા ગરનાળાના બાંધકામની ગુણવત્તા સામે ગ્રામજનોએ સવાલો ઉઠાવ્યા છે. બાંધકામમાં હલકી કક્ષાનું મટિરિયલ વપરાતું હોવાનો આક્ષેપ કરી ગ્રામજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. સરકારી ધારાધોરણોનું પાલન થતું ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. બાંધકામમાં વપરાયેલું કોંક્રિટ પગ મારવાથી જ ઉખડી જતાં કામગીરી સામે સવાલો ઊભા થયા છે. કામમાં ગુણવત્તા નહીં જળવાય તો ભવિષ્યમાં ગંભીર મુશ્કેલી સર્જાઈ શકે તેવી ભીતિ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત