VIDEO: જૂનાગઢના માંગરોળમાં ફાયર સ્ટેશનના બાંધકામમાં નબળી ગુણવત્તા અને ભ્રષ્ટાચારના આક્ષેપ
જૂનાગઢના માંગરોળમાં પ્રજાકીય સલામતી માટે બનતા નવા ફાયર સ્

જૂનાગઢના માંગરોળમાં પ્રજાકીય સલામતી માટે બનતા નવા ફાયર સ્ટેશનના બાંધકામના કામ સામે ગંભીર સવાલ ઉઠ્યા છે. સ્થાનિક સ્તરેથી સામે આવેલી વિગતો મુજબ, આ મહત્વપૂર્ણ ઇમારતના બાંધકામમાં હલકી કક્ષાની સામગ્રી વાપરવામાં આવી રહી હોવાના આક્ષેપ થયા છે....આક્ષેપ છે કે બાંધકામમાં વપરાતી રેતીમાં ધૂળ અને કાંકરીનું પ્રમાણ ખૂબ વધુ છે. ફાયર સ્ટેશન જેવી અત્યંત આવશ્યક જાહેર ઉપયોગી ઇમારતના નિર્માણમાં ટેક્નિકલ ધોરણોની થઈ રહેલી કથિત અનિયમિતતાને લઈને સમગ્ર મામલે તટસ્થ અને ઉચ્ચ કક્ષાની તપાસની માંગ ઉઠી છે.




