VIDEO: જૂનાગઢના ઝાઝરડા રોડના નાળામાં પાણી ભરાતાં ટ્રાફિક જામ, નાનું વાહન ફસાયું
જૂનાગઢના ઝાઝરડા રોડ પર આવેલા નાળામાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સામ

જૂનાગઢના ઝાઝરડા રોડ પર આવેલા નાળામાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સામે આવી છે. નાળામાં પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો અને રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન પાણીના પ્રવાહમાં એક નાનું માલવાહક વાહન ફસાઈ ગયું હતું, જેને સ્થાનિક લોકોએ ભારે જહમત બાદ સલામત રીતે બહાર કાઢ્યું હતું. દર ચોમાસામાં સામાન્ય વરસાદ પડતાં જ આ નાળુ ભરાઈ જાય છે, જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોને મોટી મુશ્કેલી વેઠવી પડે છે. મહાનગરપાલિકા દ્વારા આ પ્રશ્ને કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.




