Video: રાજકોટ જિલ્લા પંચાયતના બાંધકામમાં કથિત કૌભાંડ, 29 કરોડનું કામ 36 કરોડે પહોંચ્યાના આક્ષેપોથી રાજકીય ગરમાવો

સોર્સ: gstv

રાજકોટ જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગના બાંધકામમાં કથિત ગેરરીતિઓનો મામલો સામે આવ્યો છે. જાગૃત નાગરિક પાર્થ રાઠોડે 11 સપ્ટેમ્બર 2025ના રોજ અરજી કરી હતી. તેમના આક્ષેપ મુજબ, સુરતની સૂરજ એજન્સીને મળેલા ટેન્ડરનું પેટા કોન્ટ્રાક્ટ પ્રકાશભાઈ તોગડિયાની પટેલ કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યું હતું. પ્રકાશભાઈ જિલ્લા પંચાયતના સભ્ય અલ્પાબેન તોગડિયાના દિયર હોવાનું પણ જણાવાયું છે. બીજી તરફ પૂર્વ વિપક્ષ નેતા મનસુખ સાકરીયાએ આક્ષેપ કર્યો કે 29 કરોડનું કામ વધીને 36 કરોડ થયું અને વધારાના 7 કરોડ મંજૂર કરાયા હતા. સ્થળાંતર પાછળના 84 કરોડના ખર્ચનો રિપોર્ટ પણ રજૂ થયો ન હોવાનો તેમનો દાવો છે. હવે આ સમગ્ર મામલે તપાસ કોની સામે થશે અને જવાબદારો સામે શું કાર્યવાહી થશે તેવા સવાલો ઊભા થયા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત