Video: રાજકોટ જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગમાં હલકી સામગ્રીના ઉપયોગથી ભ્રષ્ટાચારનો આક્ષેપ

સોર્સ: gstv

રાજકોટ જિલ્લા પંચાયતનું નવું બિલ્ડીંગ તૈયાર થાય તે પહેલાં જ કૌભાંડ છતું થયું છે. જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓની સરપ્રાઈઝ વિઝીટ દરમિયાન બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. રૂપિયા 36 કરોડના ખર્ચે બની રહેલા આ બિલ્ડિંગમાં કોન્ટ્રાક્ટર ડેનિશ સોરઠીયા અને ડેપ્યુટી ઈજનેર શિવાંગ ચૌધરી સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો છે. પદાધિકારીઓના આરોપ મુજબ બાંધકામમાં જૂના સળિયા, ઈંટોના કટકા તેમજ પ્રતિબંધિત સિલિકા રેતીનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આ મામલે માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેરનો ઉધડો લેવાયો હતો. હાલ માત્ર 65 ટકા કામ પૂર્ણ થયું છે અને 35 ટકા બાકી છે, ત્યારે ડીડીઓ દ્વારા યોગ્ય પગલાં ન લેવાય તો ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત