મહિલા અનામત બિલને લઈને ભાજપ મહિલા મોરચાનું નિવેદન, કોંગ્રેસ પર મહિલા વિરોધી હોવાનો આક્ષેપ

મહિલા અનામત બિલને લઈને ભાજપ મહિલા મોરચા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. મહિલા મોરચાના સહપ્રભારી ગોમતી સાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, મહિલાઓના સશક્તિકરણ માટે કેન્દ્ર સરકાર સતત કામ કરી રહી છે. નારી શક્તિ વંદન અધિનિયમ હેઠળ મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં 33 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આઝાદી બાદ પ્રથમ વખત મહિલાઓને રાજકીય ક્ષેત્રે આટલો મોટો અધિકાર મળવા જઈ રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ પર પ્રહાર કરતાં ગોમતી સાઈએ આક્ષેપ કર્યો કે, કોંગ્રેસ માત્ર મહિલા અધિકારોની વાતો કરે છે, પરંતુ વર્ષ 2023માં રજૂ થયેલા મહિલા અનામત બિલને પસાર થવા દીધું નહોતું. કોંગ્રેસે બિલનો વિરોધ કરીને પોતાનો મહિલા વિરોધી ચહેરો ઉજાગર કર્યો છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં મહિલાઓને આગળ લાવવાનું કામ થઈ રહ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત