અફઘાનિસ્તાનમાં તાલિબાનનું વધુ એક તાલિબાની ફરમાન! સરકારી દસ્તાવેજોમાં મહિલાઓના નામની જગ્યાએ લખાશે પશુઓના નામ

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું વધુ એક તાલિબાની ફરમાન! સરકારી દસ્તાવેજોમાં મહિલાઓના નામની જગ્યાએ લખાશે પશુઓના નામ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવ્યા બાદ મહિલાઓની સ્થિતિ વધુ કફોડી થઈ ગઈ છે, મહિલાઓના એકલા બહાર નિકળવા પર, શિક્ષણ પર પ્રતિબંધો મુકવામાં આવ્યા જ હતા ત્યાં હવે મહિલાઓના નામનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તાલિબાની ફરમાનમાં આદેશ અપાયો છે કે હવેથી સરકારી દસ્તાવેજોમાં મહિલાઓના નામની જગ્યાએ પશુઓના નામનો ઉપયોગ કરવાનો રહેશે.

અફઘાનિસ્તાનના બલ્ખ પ્રાંતમાં તાલિબાન દ્વારા જારી ફતવામાં જણાવવામાં આવ્યું છે કે હવેથી સરકારી દસ્તાવેજો જેમ કે મેડિકલ રેકોર્ડ્સ, દવાઓની ચિઠ્ઠી કે અન્ય કોઈપણ સત્તાવાર દસ્તાવેજોમાં મહિલાઓનું નામ લખવામાં નહીં આવે.

જાહેરાત

મહિલાઓના નામના સ્થાને બીબી, એટલુ જ નહીં મહિલાઓના નામની જગ્યાએ બકરી, ગાય વગેરે શબ્દોનો ઉપયોગ કરવા માટે આદેશ જારી થયા છે. અફઘાનિસ્તાનના એક્ટિવિસ્ટ લાલાહ ઓસ્માનીએ કહ્યું હતું કે તાલિબાનીઓ મહિલાઓનું સ્તર નીચુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમની સરખામણી પશુઓ સાથે કરી રહ્યા છે. તાલિબાનીઓ મહિલાઓને માત્ર સંપત્તિ સમજે છે.

એટલુ જ નહીં મહિલાઓની કબર પર પણ તેમના નાથ નથી લખી શકાતા, 2021થી તાલિબાને અફઘાનિસ્તાનમાં શાસન મેળવ્યું છે ત્યારથી મહિલાઓના માનવ અધિકારો છીનવી લેવાયા છે. 12 વર્ષથી વધુ વયની સગીરો, યુવતીઓના શિક્ષણ પર પ્રતિબંધ મુકાયો છે, જાહેરમાં સંબોધન, ભાષણો આપવા પર કે બોલવા પર પ્રતિબંધ મુકાયો છે. એટલુ જ નહીં મહિલાઓ નોકરી પણ નથી કરી શકતી. મે મહિનામાં સગીરો પર બળાત્કારને પણ કાયેદસર મંજૂરી આપવામાં આવી હતી. મહિલાઓ પર ઘરેલુ ક્રૂરતાને પણ છૂટ અપાઈ ચુકી છે જ્યાં સુધી મારપીટમાં મહિલાનું હાડકુ ના ભાંગે કે મોટો ઘાવ ના થાય ત્યાં સુધી તેને ઘરેલુ હિંસા માનવામાં નહીં આવે તેવા અહેવાલો સામે આવ્યા હતા. નોંધનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન શરિયા કાયદાનો અમલ કરી રહ્યું હોવાનો દાવો કરતું આવ્યું છે અને આ તમામ નિર્ણયો શરિયા કાયદા હેઠળ લેવામાં આવ્યા હોવાનો બચાવ પણ કરી રહ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત