Video: અલ્બાનિયાની રાજધાનીમાં ઘર્ષણ, પ્રદર્શનકારીઓએ પીએમ પાસે માંગ્યું રાજીનામું

અલ્બાનિયાની રાજધાની તિરાનાથી મોટા અને તંગદિલીભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. તિરાનામાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. વડાપ્રધાન એડી રામાના રાજીનામાની માંગ સાથે હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા.
અલ્બાનિયાની રાજધાની તિરાનામાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. વડાપ્રધાન એડી રામાના રાજીનામાની માંગ સાથે હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા. દક્ષિણ તટ પર જેરેડ કુશનરની ફર્મ સાથે જોડાયેલા લક્ઝરી ટુરિઝમ પ્રોજેક્ટના વિરોધથી શરૂ થયેલા આંદોલનની આ તાજી ઘટના છે.
મુખ્ય સ્કેન્ડરબેગ સ્ક્વેર પર એકત્ર થયેલા લોકોએ રાજીનામાની માંગ સાથે નારા લગાવ્યા હતા. શાંતિપૂર્ણ શરૂઆત બાદ નકાબપોશ પ્રદર્શનકારીઓના જૂથે કૂચના માર્ગમાં આવતી સરકારી ઈમારતોના કાચ તોડ્યા અને પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. પથ્થરમારો કરનારા તથા કેમેરા અને ઈમારતોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓને વિખેરવા પોલીસે ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.
દેશભરમાંથી અને વિદેશથી પણ લોકો સ્વતંત્રતા ઘોષણાની ૧૧૪મી વર્ષગાંઠ નિમિત્તે આ રેલીમાં જોડાયા હતા, જે સામાન્ય રીતે રાષ્ટ્રીય ઉત્સવ અને જાહેર રજાનો દિવસ હોય છે. તિરાના તરફ આવતા-જતા મુખ્ય માર્ગો પર પોલીસ તૈનાત કરીને વાહનોની તપાસ હાથ ધરાઈ હતી.











