Video: તામિલનાડુની રાજધાનીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

તામિલનાડુની રાજધાની ચેન્નાઈના વિવિધ વિસ્તારોમાં અચાનક ધોધમાર વરસાદ શરૂ થતાં જનજીવન પ્રભાવિત થયું છે. શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક કલાકોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. વરસાદને પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
જાહેરાત








