Video: હૈદરગઢમાં કૂવામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના હૈદરગઢ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ૧૧ વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરીને તેની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. લાપતા થયેલી બાળકીની શોધખોળ દરમિયાન તેનો મૃતદેહ ગામ નજીકના એક કૂવામાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો અને ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે અજાણ્યા ગુનેગારો સામે ગુનો નોંધીને શંકાસ્પદ લોકોની પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.
જાહેરાત








