Video: મની લોન્ડરિંગ કેસમાં આઝમ ખાનને સુપ્રીમ કોર્ટમાંથી તાત્કાલિક રાહત નહીં: કેસ અલાહાબાદ હાઈકોર્ટમાં મોકલાયો

સોર્સ: gstv

આ સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સવાલ કર્યો હતો કે આઝમ ખાને હાઈકોર્ટમાં જવાને બદલે સીધા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કેમ કર્યો. કોર્ટે હાઈકોર્ટનું મનોબળ ન ઘટાડવાની ટકોર કરી ૧૬ નવેમ્બરે ડિવિઝન બેન્ચ સમક્ષ સુનાવણીનો નિર્દેશ આપ્યો છે. આઝમ ખાન તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે આ કાર્યવાહી રાજકીય દ્વેષભાવથી પ્રેરાયેલી છે અને તેમને દરેક ચૂંટણી પહેલાં જેલમાં રાખવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. સિબ્બલે એક જ ECIR પરથી ૨૮ કેસો નોંધાયા હોવા અને ૨૦૦૬ની ઘટના પર ૨૦૧૯માં FIR કરાયાના વિલંબ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત